પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પારિતાવણિયાએ - (પોતાના અથવા બીજાના) પરિતાષ સંતાપ ક્રિયાથી
પાણાઈવાયકિરિયાએ - જીવ ઘાત ક્રિયાથી

પડિક્કમામિ - પાપનું નિવારણ કરું છું
પંચહિં કામ ગુણેહિં - પાંચ પ્રકારનાં વિષયને ઉત્તેજન આપનાર કામ ગુણોથી
સદેણં - શબ્દથી (ગાનતાન કરવાથી)
રૂવેણં - (સ્ત્રી આદિના) રૂપ નિરખવાથી
ગંધેણં - ગંધથી સુંગંધથી
રસેણં - રસ સ્વાદથી લેવા વડે
ફાસેણં - સ્પર્શથી સારા સારા સ્પર્શથી

પડિક્કમામિ - પાપનું નિવારણ કરું છું
પંચહિં મહવ્વએહિં - પાંચ પ્રકારનાં મહાવ્રતના દોષથી
સવ્વાઓ પાણાઈવાયાઓ વેરમણં - સર્વથા પ્રકારે જીવની હિંસા કરવાથી (ત્રણ કરણ અને ત્રણજોગ એમ મળીને નવ કોટીએ)
સવ્વાઓ મુસાવાયાઓ વેરમણં - સર્વથા પ્રકારે જૂઠું બોલવાથી નિર્વતુ છું
સવ્વાઓ આદિન્ના દાણાઓ વેરમણં - અણ દીધેલી વસ્તું લેવાથી નિર્વતુ છું