પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સવ્વાઓ મેહુણાઓ વેરમણં - સર્વથા પ્રકારે મૈથુન સેવવાથી
સવ્વાઓ પરિગ્ગહાઓ વેરમણં - દોલત રાખવાથી નિર્વતુ છું

પડિક્કમામિ - પાપનું નિર્વતુ છું
પંચહિં સમઈહિં - પાંચ પ્રકારની સમિતિના દોષથી
ઈરિયાસમિઈએ - માર્ગે ચાલવાથી સમિતિમાં લાગેલ દોષથી
ભાસા સમિઈએ - બોલતાં દોષ ન લાગે તેવું બોલવું તે સમિતિ
એસણા સમઈએ - દોષ રહિત આહાર પાણી લેવાની સમિતિમાં, (લાગેલા દોષથી)
આયાણ ભંડમત્ત નિક્ખેવણાસમઈએ - પાત્રા આદિ વસ્તુઓ લેતાં મૂકતાં જતના રાખવાની સમિતિમાં (લાગેલા દોષથી)
ઉચ્ચાર પાસવણ ખેલ જલ્લસિંઘાણ પારિટ્ટાવણિયા સમિઈએ - જંગલ, પેશાબ, બળખો, મેલ લીંટ વગેરે જતનાએ પરતવવારૂપ સમિતિમાં (લાગેલા દોષથી)

પડિક્કમામિ - પાપનું નિવારણ કરું છું
છહિં જીવ નિકાએહિ - છ પ્રકારના જીવના સમુહની વિરાધનના દોષથી કરું છું