પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

બત્તીસાએ જોગ સંગહેહિં - બત્રીશે પ્રકારના શુભયોગ સંગ્રહ સંબંધી પ્રમાદ આદિ દ્વારા લાગેલા દોષોથી નિવર્તુ છું
તેત્તીસાએ આસાયણાએ - તેત્રીસ પ્રકારની ગુરુની અશાતનાના દોષોથી નિવર્તુ છું

અરિહંતાણં આસાયણાએ - અરિહંત દેવની અશાતના કરી હોય, એટલે તેમને વિષે ખોટું ચિંતવ્યું હોય
સિધ્ધાણં આસાયણાએ - સિધ્ધ ભગવાનની અશાતના કરી હોય તે વિષે કાંઈ સંદેહ કર્યો હોય
આયરિયાણં આસાયણાએ - આચાર્યજીની અશાતના કરી હોય
ઉવજઝાયણં આસાયણાએ - ઉપાધ્યાયજીની અશાતના કરી હોય
સાહૂણં આસાયણાએ - સાધુજીની અશાતના કરી હોય
સાહૂણીણ આસાયણાએ - સાધ્વીજીની અશાતના કરી હોય
સવિયણં આસાયણાએ - શ્રાવકની અશાતના કરી હોય
સાવિયાણ આસાયણાએ - શ્રાવિકાની અશાતના કરી હોય
દેવાણ આસાયણાએ - દેવોની અશાતના કરી હોય શ્રધ્ધા ન આણી હોય
દેવીણં આસાયણાએ - દેવીની અશાતના કરી હોય
ઈહલોગસ્સ આસાયણાએ - આ લોકમાં જે મનુષ્ય તિર્યચના ભવ તેની નાસ્તિ કહી અશાતના કરી હોય