પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પરલોગસ્સ આસાયણાએ - પરલોક જે દેવતા નારકીના ભવ તેની નાસ્તિ કહી અશાતના કરી હોય
કેવલીણં આસાયણાએ - કેવલ જ્ઞાન ને વિષે શંકા લાવી તેની અશાતના કરી હોય
કેવલી પન્નતસ્સ ધમ્મસ આસાયણાએ - કેવળીના પ્રરૂપેલ ધર્મનું માઠું બોલી તેની અશાતના કરી હોય
સદેવ મણુય આસુસ્સ લોગસ્સઆસાયણાએ - દેવ મનુષ્ય અને અસુર સહિત જે લોકો તેની શ્રધ્ધા ન રાખી અશાતના કરી હોય
સવ્વ પાણ ભૂય જીવ સત્તાણું આસાયણાએ - સર્વે પ્રાણ (૨-૩-૪ ઈન્દ્રિયવાળા જીવ ભૂત (વનસ્પતિ જીવ (પંચેન્દ્રિય) સવ્વ (પ્રુથ્વી) પાણી અગ્નિ વાયુ) એકન્દ્રિયો તે સર્વની શ્રધ્ધા ન રાખી અશાતના કરી હોય
કાલસ્સ આસાયણાએ – ત્રણ (વર્તમાન ભૂત ભવિષ્ય) કાળ નથી એમ કહી અશાતના કરી હોય
સુયસ્સ આસાયણાએ - સૂત્ર સિધ્ધાંત શ્રુતજ્ઞાનની અશાતના કરી હોય
સુયસ્સ દેવયયાએ આસાયણાએ - શ્રુતદેવતા ગણધર તીર્થંકર દેવની અશાતના કરી હોય
વાયણારિયસ્સ આસાયણાએ - વાંચણી આપનાર આચાર્યની અશાતના કરી હોય

જં વાઈધ્ધં - જે સૂત્ર આઘા પાછાં ભણાયા હોય
વચ્ચ મેલિયં - ધ્યાન વિના સૂત્રો ભણાયા હોય
હિણક્ખરં - અક્ષરો ઓછા ભણાયા હોય