પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અચ્ચક્ખરં - અક્ષરો અધિક ભણાયા હોય
પયહીણં - પદ ઓછું ભણાયુ હોય
વિણયહિણં - વિનય રહીત ભણાયુ હોય
જોગહીણં - મન, વચન કાયાના અસ્થિર યોગે ભણાયુ હોય
ઘોસહિણં - શુધ્ધ ઉચ્ચાર વિના ભણાયુ હોય
સુઠ્ઠદિન્નં - રૂડું જ્ઞાન અવિનીતને દીધું હોય
દુઠ્ઠુ પડિચ્છિયં - અવિનીતપણું જ્ઞાનં લીધુ હોય
અકાલે કઓ સજઝાઓ - અકાળે સજઝાય કરી હોય
કાલે ન કઓ સજઝાઓ - સજઝાય કરવાને વખતે ન કરી હોય
અસજઝાએ સજ્ઝાંયં - સજઝાય ન કરવા યોગ્ય સ્થળે સજઝાય કરી હોય
સજઝાઇએ ન સજ્ઝાંયં - સજઝાય કરવા યોગ્ય સ્થળે ન કરી હોય
તસ્સ મિચ્છામિ દુક્કડમ - મારું પાપ મિથ્યા થાઓ

એક બોલથી માંડીને તેત્રીસ બોલ સુધીમાં, મારા જીવે આજના દિવસ સંબંધી, જાણવા જોગ બોલ જાણ્યા ન હોય, આદરવા જોગ બોલ આદર્યા ન હોય, અને છાંડવા જોગ બોલ છાંડયા ન હોય, તો અરિહંત અનંત સિધ્ધ ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં

ધન્ય છે તે મહાપુરુષોને જેઓ જાણવા જોગ બોલ જાણતા હશે, આદરવા જોગ આદરતા હશે અને છાંડવા જોગ છાંડતા હશે, તેમને મારી તમારી સમય સમયની વંદના હોજો </poem>