પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૨૭. પાંચમું શ્રમણસૂત્ર-પ્રતિજ્ઞા


નમો ચઉવીસાએ તિથ્થયરાણં - ચોવીસે તીર્થકરોને મારા નમસ્કાર
ઉસભાઈ મહાવીર પજ્જવસણાણં - શ્રી ઋષભદેવથી મહાવીર સ્વામી પર્યત ભક્તિ કરૂં છું
ઈણમેવ નિગ્ગંથ - એવા આ જ નિગ્રઁથ (બાહ્ય અને અભ્યંતર પરિગ્રહ રહિતનાં)
પાવયાણં - પ્રવચન - જિનવાણી આગમ શાસ્ત્રો
સચ્ચ - સત્ય છે
અણુત્તંર - ઉત્તમ છે
કેવલિયં - કેવળજ્ઞાનિએ પ્રરૂપેલ છે
પડિપુન્નં - પ્રતિપૂર્ણ છે
નેયાઉયં - ન્યાયયુક્ત છે
સંસુધ્ધં - દરેક રીતે શુધ્ધ, નિયકલંકી છે
સલ્લકત્તણં - (ત્રણે) શલ્યને કાતરની માફાક કાપનાર