પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સિધ્ધિ મગ્ગં - સિધ્ધ થવાનો માર્ગ છે
મુત્તિ મગ્ગં - (આઠ કર્મથી) મુક્ત થવાનો માર્ગ છે
નિજ્જાણ મગ્ગં - સકળ કર્મનો છેડો લાવવાનો માર્ગ છે
નિવ્વાણ મગ્ગં - નિર્વાણ થવાનો માર્ગ છે કર્મતાપ નિવારી શીતલતા પામવાનો માર્ગ છે
અવિતહમવિસંધિ - પૂર્વાપર વિરોધ રહિત સંદેહ રહિત સદા શાશ્વત રૂપ સત્ય છે
સવ્વ દુક્ખ પહીણમગ્ગં - સર્વ દુઃખને ક્ષય કરવાનો માર્ગ છે
ઈત્થં ક્રિયા જીવા - આ માર્ગને વિષે રહેલા જીવો
સિજઝંતિ - સિધ્ધ થાય છે
બુજઝંતિ - બુદ્ધ (સર્વજ્ઞ) થાય છે
મુચ્ચંતિ - સર્વ કર્મથી મુક્ત થાય છે
પરિનિવ્વાયંતિ - સર્વ પ્રકારે નિર્વાણ પામે છે
સવ્વદુક્ખાણમંતંકરંતિ - સર્વ દુઃખોનો અંત કરે છે
તં ધમ્મં - તે ધર્મ ને
સદાહામિ - શ્રધ્ધા કરૂં છું શ્રધ્ધું છું
પત્તિયામિ - પ્રતિતિ કરૂં છું
રોએમિ - રૂચિ કરૂં છું
ફાસેમિ - સ્પર્શ કરું છું સેવું છું
પાલેમિ - પાળુ છું
અણપાલેમિ - વિશેષ પાળુ છું
તં ધમ્મં - તે ધર્મ ને વિશે