પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મંગં ઉવસંપજ્જામિ - મોક્ષ માર્ગ (જ્ઞાન, દર્શન ચારિત્ર તપ ને અંગીકાર કરૂં છું
જં સંભરામિ - જે દોષમને સાંભરે છે અને
જં ચન સંભરામિ - જે દોષ મને નથી સાંભરતા
જં પડિક્કમામિ - જેનું મેં પ્રાયશ્ચિત લીધું છે
જં ન પડિક્કમામિ - જેનું મેં પ્રાયશ્ચિત નથી લીધું
તસ્સ સવ્વસ્સ - તે સર્વ
દેવસિઅસ્સ - દિવસ સંબંધી
અઈયાસ્સ - અતિચારોને
પડિક્કમામિ - હું પડિક્કમું છું (નિવર્તુ છું)
સમણોડહં - હું શ્રમણ છું
સંજય - સંયતિ છું
વિરય - સંસારથી વિરકત થયો છું
પડિહય - હણ્યાં છે
પચ્ચક્ખાય - પચ્ચક્ખાણ કરીને
પાવકમ્મો - પાપને અને કર્મોને
અનિયાણો - નિયાણ રહિત છું
દિટ્ટિ સંપન્નો - સમકિત દષ્ટિ સહિત છું