પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

માયામોસો વિવજ્જિઓ - કપટ સહિત જૂઠથી રહિત થયો છું (તેથી)
અડ્ડાઈ જે સુદીવ સમુદેદુ - અઢી ધ્વિપ અને સમુદ્રને વિષે
પન્નરસ કમ્મભૂમિસુ - પંદર કર્મભૂમિને વિષે
જાવંતિ કેઈસાહુ - જે કોઈ સાધુ રહેલા છે (તેઓ કેવા છે)
રયહરણ ગુચ્છગ પડિગ્ગહધારા - રજોહરણ ગુચ્છો અને પાત્રાં રાખનારા
પંચ મહવ્વધારા - પંચ મહાવ્રતોને ધારણ કરનારા
અડ્ડારસ સહસ્સ સિલાગ રથધારા - અઢાર હજારે બ્રહાચર્યના શીલરૂપી રથના ધારનાર છે
અકખય આચારચરિન્તા - જેઓ અક્ષય પરિપૂર્ણ આચારવાળા છે ચારિત્રવાળા છે
તે સવ્વે - તેઓ સર્વને
સિરસા - મસ્તક વડે
મણસા - શુદ્ધ અંતઃકરણથી મનથી
મત્થેણ વંદામિ - મસ્તક નમાવીને વંદના કરૂં છું

ઈતિ અતિચાર આલોવ્યા, પડિક્કમ્યા, નિંધાં, નિઃશલ્ય