પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૨૮. પહેલા ખામણા


(અરિહંત ભગવંતોને) ખામણાની વિધિ
(ભૂમિ ઉપર બન્ને ઢીંચણ ઢાળી, બંને હાથની કોણીઓ નાભિએ અડાડીને રાખવી તથા બંને હાથ જોડી રાખી સ્થિર ચિત્તે ખામણા બોલવા)
પહેલા ખામણાં

પહેલા ખામણાં શ્રી પંચ મહાવિદેહ ક્ષેત્રને વિષે જ્યવંતા તીર્થકર દેવ બિરાજ છે તેઓને કરૂં છું. તે જઘન્ય તીર્થંકર ૨૦ અને ઉત્કૃષ્ટા હોય તો ૧૭૦ તેમને મારા તમારા સમય સમયના નમસ્કાર હોજો. તે સ્વામીના ગુણગ્રામ કરતાં જઘન્ય રસ ઊપજે તો કર્મની ક્રોડું ખપે, અને ઉત્ક્રુષ્ટો રસ ઊપજે તો જીવ તીર્થંકર નામ ગોત્ર ઉપાર્જે, હાલ બિરાજતા વીશ તીર્થકરોના નામ કહું છું:

૧. શ્રી સીમંધર સ્વામી ૨. શ્રી જુગમંધર સ્વામી ૩. શ્રી બાહુ સ્વામી ૪. શ્રી સુબાહુ સ્વામી ૫. શ્રી સુજાતનાથ સ્વામી ૬. શ્રી સ્વ્યંપ્રભ સ્વામી ૭. શ્રી ઋષભાનન સ્વામી ૮. શ્રી અનંતવીર્ય સ્વામી ૯. શ્રી સુરપ્રભ સ્વામી ૧૦. શ્રી વિશાલપ્રભ સ્વામી ૧૧. શ્રી વજ્રધર સ્વામી ૧૨. શ્રી ચન્દ્રાનન સ્વામી ૧૩. શ્રી ચંદ્રબાહુ સ્વામી ૧૪. શ્રી ભુજંગદેવ સ્વામી ૧૫. શ્રી ઈશ્વર સ્વામી ૧૬. શ્રી નેમપ્રભ સ્વામી ૧૭. શ્રી વીરસેન સ્વામી ૧૮. શ્રી મહાભદ્ર સ્વામી ૧૯. શ્રી દેવજસ્સ સ્વામી ૨૦. શ્રી અજિતસેન સ્વામી

તેમને મારી તમારી સમય સમયની વંદના હોજો

તે સ્વામીનાથ કેવા છે ? મારા તમારા મનમનની વાત જાણી દેખી રહ્યા છે, ઘટઘટની વાત