પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જાણી દેખી રહ્યા છે, સમય સમયની વાત જાણી દેખી રહ્યા છે, ચૌદ રાજલોક અંજલિ જલ પ્રમાણે જાણી દેખી રહ્યા છે, તે સ્વામીને અનંતું જ્ઞાન છે, અનંતુ દર્શન છે, અનંતુ ચારિત્ર છે, અનંતુ તપ છે, અનંતુ ધૈર્ય છે અને અનંતુ વીર્ય છે, ષટે (છ) ગુણે કરી સહિત છે, ચોત્રીસ અતિશયે કરી બિરાજમાન છે, પાંત્રીશ પ્રકારની સત્ય,વચન, વાણીના, ગુણે કરી સહિત છે, એક હજાર ને અષ્ટ ઉત્તમ લક્ષણે કરી સહિત છે, અઢાર દોષ રહિત છે, બાર ગુણે કરી સહિત છે, ચાર કર્મ ઘનઘાતી ક્ષય કર્યા છે, બાકીનાં ચાર કર્મ ક્ષય કરી મુક્તિ જવાના કામી થકા વિચરે છે,

ભવ્ય જીવના સંદેહ ભાંગે છે, સજોગી, સશરીરી, કેવળજ્ઞાની, કેવળ દર્શની, યથાખ્યાત ચારિત્રના ધરણહાર છે, ક્ષાયિક સમકિત, કલધ્યાન, શુકલ લેશ્યા, શુભ જોગ સહિત છે, ૬૪ ઈદ્રોંના પૂજનીક, વંદનિક, અર્ચનિક છે. પંડિત વીર્ય આદિ અનંતગુણે કરી સહિત છે.

ધન્ય તે ગ્રામ, નગર, રાયહાણી, પૂર, પાટણ જ્યાં જ્યાં પ્રભુ દેશના દેતા થકા વિચરતા હશે, ત્યાં ત્યાં રાઈસર, તલવર, માડંબી, કોડંબી, શેઠ, સેનાપતિ, ગાથાપતિ, સ્વામિની દેશના સાંભળી કર્ણ પવિત્ર કરતા હશે,