પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

તેમને ધન્ય છે. અશનાદિક ચૌદ પ્રકારનું દાન દઇ કર પવિત્ર કરતા હશે, તેમને ધન્ય છે.

ધન્ય સ્વામીનાથ ! આપશ્રી પંચ મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજો છો, હું અપરાધી, દીન, કિંકર, ગુણહીન, અહીં બેઠો છું. આજના દિવસ સંબંધી આપનાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપને વિષે જે કાંઈ અવિનય, આશાતના, અભક્તિ, અપરાધ કીધો હોય તો હાથ જોડી, માન મોડી, મસ્તક નમાવી, ભુજો ભુજો (વારંવાર) કરી ખમાવું છું. (અહી તિખ્ખુત્તોનો આખો પાઠ ત્રણ વાર બોલવો).