પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૨૯. બીજા ખામણા


બીજાં ખામણાં - શ્રી સિધ્ધ ભગવંતોને

બીજા ખામણાં અનંતા સિધ્ધ ભગવંતોને કરૂં છું. તે ભવગવંતોના ગુણગ્રામ કરતાં જધન્ય રસ ઊપજે તો કર્મની ક્રોડો ખપે, અને ઉત્ક્રુષ્ટો રસ ઉપજે, તો આ જીવ તીર્થકર નામ ગોત્ર ઉપાર્જે.

આ ભરતક્ષેત્રને વિષે ચોવીસ તીર્થકરો સિધ્ધ થયા. તેમના નામ કહું છું. ૧. શ્રી ઋષભદેવ સ્વામી ૨. શ્રી અજીતનાથ સ્વામી ૩. શ્રી સંભવનાથ સ્વામી ૪. શ્રી અભિનંદન સ્વામી ૫. શ્રી સુમતિનાથ સ્વામી ૬. શ્રિ પદ્મપ્રભ સ્વામી ૭. શ્રી સુપાર્શ્વનાથ સ્વામી ક્શ ૮. શ્રી ચંદ્રપ્રભ સ્વામી ૯. શ્રી સુવિધિનાથ સ્વામી ૧૦. શ્રી શીતલનાથ સ્વામી ૧૧. શ્રી શ્રેયાંસનાથ સ્વામી ૧૨. શ્રી વાસુપૂજ્ય સ્વામી ૧૩. શ્રી વિમળનાથ સ્વામી ૧૪. શ્રી અનંતનાથ સ્વામી ૧૫. શ્રી ધર્મનાથ સ્વામી ૧૬. શ્રી શાંતિનાથ સ્વામી ૧૭. શ્રી કુંથુનાથ સ્વામી ૧૮. શ્રી અરનાથ સ્વામી ૧૯. શ્રી મલ્લિનાથ સ્વામી ૨૦. શ્રી મુનિસુવ્રત સ્વામી ૨૧. શ્રી નેમિનાથ સ્વામી ૨૨. શ્રી નેમનાથ સ્વામી ૨૩. શ્રી પાર્શ્વનાથ સ્વામી ૨૪. શ્રી વીર વર્ધમાન મહાવીર સ્વામી

એ એક ચોવીસી આદિ અનંત ચોવીશી, પંદર ભેદે, સીઝી, બુઝી આઠ કર્મ ક્ષય કરી, મોક્ષ, પધાર્યા, તેમને મારી તમારી સમય સમયની વંદના હોજો ! તે આઠ કર્મના નામ ૧) જ્ઞાનાવરણીય ૨) દર્શનાવરણીય ૩) વેદનીય ૪) મોહનીય ૫) આયુષ્ય ૬) નામ ૭) ગોત્ર ૮) અંતરાય એ આઠ કર્મ ક્ષય કરી મુક્તિશિલાને વિએ બિરાજે છે, તે મુક્તિશિલા કયાં છે ?

સમપ્રુથ્વીથી ૭૯૦ જોજન ઊંચપણે તારા મંડળ આવે ત્યાંથી ૧૦ જોજન ઊંચે સૂર્યનું વિમાન છે, ત્યાંથી ૮૦ જોજન ઉંચપણે ચંન્દ્ર્નું વિમાન છે. ત્યાંથી ૪ જોજન ઉંચપણે નક્ષત્રના વિમાન છે. ત્યાંથી ૪ જોજન ઊંચપણે બુધનો