પૃષ્ઠ:Pratimao.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
90
પ્રતિમાઓ
 

ખૂણામાં એક ખાલી મેજ ઉપર એણે એકલાએ આસન લીધું. સહુએ એને ત્રાંસી નજરે નિહાળ્યો. વરધી લેવા માટે કોઈ વેઈટરને પણ એની નજીક જવાનું દિલ થતું નહોતું.

‘વેઈટર !' એનાં ફાટી ગયેલાં જડબાંમાંથી ભૂખ્યા વરુ જેવો અવાજ નીકળ્યો; જેના ગજવામાં શરાબ અને સુંદરી નામની બે અમૂલખ કૃતિઓ ખરીદવાના પૈસા છે અને જેના લેબાસમાં નખશિખ અમીરીની ભભક છે. એવા કોઈ પણ આદમીને પીરસવા આનાકાની કરવાની મજાલ વેઈટરમાં નહોતી. થરથરતે કલેજે વેઈટર વરધી લઈને જ્યારે એક ઊંચામાં ઊંચી જાતની મદિરાનો સીસો એની પાસે ધરવા જતો હતો, ત્યારે આ ભયાનક માનવ-દૈત્યના લાંબાં લાંબા ભવાની નીચેથી બે હિંસક આંખો એક સુંદરીને નજરમાં લઈ રહી હતી. જેનો ઇશ્ક અધરાત ભાંગ્યા પછી જ કોઈ સુરાલયને બંધ બારણે જાગ્રત થાય છે, તેવા ધોળા દિવસના કોઈક ‘સજ્જન’ના ખોળામાં બેઠી બેઠી એ સુંદરી ગાતી હતી: ગાતી હતી કે –

સજિયાં અકેલી દુ:ખ દે !
હાં... સજિયાં અકેલી દુ:ખ દે !

મધરાતનો બિહાગ છેડી રહી હતી, છટાથી, “અકેલી સેજની વેદના રજૂ કરતા તમામ હાવભાવ સાથે, માદક મીઠી હલકથી એનું ગળું ટપકતું હતું.

સજિયાં અકેલી દુઃખ દે !.

એ શબ્દ શબ્દ મરોડ લેતી પંક્તિ આશકોને ડોલન કરાવતી હતી. મદિરા કરતાં યે વધુ નશાનાં લહેરિયા લેવરાવતી હતી. સુરાભુવનના ભપકા જાણે અબઘડી ઓગળીને વહેવા લાગશે એવી એની કંઠમાધુરી હતી. સૌંદર્ય, સુરા અને સંગીતના ત્રિવિધ દંશ શ્રોતાઓને મૂર્છા પમાડી રહ્યા હતા.

“વેઈટર !” એકલ બેઠેલા વિકરાળ અતિથિએ ઘુરકાટ કર્યો: “એ સુંદરીને અહીં બોલાવ.”

સૌંદર્યને અને કંઠને વેચવા નીકળેલી નાજનીન આવી. આવ્યા પછી