પૃષ્ઠ:Pratimao.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હાસ્યઃ પહેલું અને છેલ્લું
123
 

દોડતો હતો.

પિતાએ પાછળ જોયું નહીં

“બાપુ, ઊભા રહો ! બાપુ, જરીક ઊભા રહો!” બાળક વીનવતો હતો.

– અને દૂર દૂર ચાલી આવતી આગગાડીના આઘાતો પુલ પરનો પાટાને થરથરાવી રહ્યા હતા.

“બાપુ ! બાપુ ! બાપુ !” કરતો બાળક પિતાને આંબી ગયો, ધસ્યા જતા પિતાના હાથ ઝાલી પૂછવા લાગ્યોઃ “બાપુ, તમને શું થયું?”

પિતા હાથ તરછોડી નાખે છે, ને ઊપડતે પગલે પુલ પર પહોંચવા. ધસે છે.

"બાપુ !" બાળકે ફરી વાર પિતાનો હાથ ઝાલ્યોઃ “મને કહો તો ખરા ! તમને બા વઢી? શું વઢી બા?”

રેલગાડીની સીટી સંભળાઈ.

"બાપુ, બા તમને શું વઢી? બા તમને બહુ વઢે છે, હેં બાપુ?"

કરગરતી પુત્રની ડોક બાપુ સામે જોવા સારુ મથતી ઊંચી ને ઊંચી રહી હતી. કોઈક બકરીનું બાળ જાણે ઊંચા આંબાની ડાળનો કોળાંબો વાળવા મથતું હતું.

"બાપુ, તમને શું બા રોજ રોજ બહુ વઢ્યા કરે છે”

બાળકના એ શબ્દોએ પિતાના મોંને એક વાર નીચું નમાવ્યું. પિતા બાળક સામે જોઈ રહ્યો.

"બાપુ, ચાલો પાછા. હવે બા નહીં વઢે. હું બાને કહીશ કે બા ! બાપુને હવે વઢશો તો હું ને બાપુ ભાગી જશું.”

બાપે બાળકને તેડી લીધો, છાતીએ ચાંપ્યો; અને આગગાડીનું એન્જિન કોઈ રાક્ષસી રોષથી પ્રજ્વલિત નેત્રે આ બાપ-બેટાની સામે જોતું. એની બાજુમાંથી ભૂકમ્પોના આંચકા દેતું પસાર થઈ ગયું.

[5]

કુદરતે ચમત્કાર કર્યો હતો, ઑફિસના પગારપત્રકનો અવિચલિત