પૃષ્ઠ:Pratimao.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
148
પ્રતિમાઓ
 

અવાજે ત્યાં અટકી અટકીને પાછી ઊપડી ગઈ.

સજા ભોગવીને જેલની બહાર આવેલા મુફલિસનાં પગલાં યંત્રની પેઠે ચાલ્યાં જતાં હતાં. એનો લેબાસ ધૃણા ઉત્પન્ન કરે તેવો હતો – પણ તે તો દેખતાં લોકોને પોતે જેને મળવા જતો હતો તે તો હતું અંધ માનવ. સંકોચ વિના તેણે કદમ ઉપાડ્યા.

જૂની પિછાનવાળા ઓટા પાસે એ આવી પહોંચ્યો. ઓટા પર કોઈ નહોતું. ફૂલવાળી, ફૂલછાબ કે ફૂલની એક પાંદડી સુધ્ધાં નહોતી. ઓટો ઘણા કાળથી ઉજ્જડ પડ્યો હોય એવું દેખાઈ આવ્યું.

થોડી વાર એણે ત્યાં ઓટાની સામે આમતેમ ટેલ્યા કર્યું, પણ કોઈ આવ્યું નહીં. માંદી હશે? મારી તો નહીં ગઈ હોય? બીજે ક્યાંય બેઠક બદલી હશે? શું થયું હશે?

દૂર ઊભેલો પોલીસ એની ચેષ્ટાને તપાસી રહ્યો છે. છાપાં વેચતાં બે ફેરિયા છોકરાઓ ચણીબોરના ઠળિયા ભૂંગળીમાં ભરીને એને તાકીને મારી રહ્યા છે. ઠળિયા એના ગાલ ઉપર જોરથી ચોંટતાં જ એ પછવાડે જુએ છે. ફેરિયા છોકરા બીજી બાજુ ફરીને બૂમ મારે : 'સમાચાર !' 'પ્રજાહિત !' ‘ગડગડાટ!' 'બડબડાટ!' જગતને રમૂજ અને પરિહાસનાં પાત્રોરૂપ આ વિવિધસ્વરી ભિખારી ફેરિયા છોકરાઓ તેને પણ પણ ઠેકડીએ ઉડાવવાનું યોગ્ય પાત્ર સાંપડ્યું હતું. મુફલિસની અવદશાનો ચિતાર આપવા માટે આ એક જ બીના બસ થતી હતી.

મોં ઉપર ચોંટી જતા બોરના ઠળિયાને ઉખેડી દૂર કરતો અને એ મશ્કરા છોકરાઓની સામે ખીજે બળતો મુફલિસ ભારે પગલે આગળ ચાલ્યો.

ચોકના ખૂણા પરની પગથી ઉપર એ પહોંચ્યો ત્યારે જમીન પર ગટરની અંદર એણે એક ફૂલ પડેલું દીઠું. દેખીતી રીતે જ એ ફૂલ કોઈ દુકાનના વાસીદામાં જ નીકળેલું હતું. એની પાંખડીઓ કરમાઈ ગઈ હતી, પરંતુ મુફલિસને આજે ઘણા મહિનાની તલબ એકઠી થઈ હતી. ફૂલને તેણે ગટરમાંથી ઉઠાવી લીધું, નાક વતી સૂંઘતો નહીં પણ જાણે કે ચૂસતો ચૂસતો