પૃષ્ઠ:Pratimao.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
34
પ્રતિમાઓ
 

હતાં કે જીર્ણ ભાડૂતી મકાનનું ચણતર કાંકરીઓ વરસાવી રહ્યું હતું. એ કાંકરીઓની ઝડી ઝીલતો આ માજી કારકુન, આ ભાવી જગતના શિખર પર પોતાનું આસન લેનાર નવલ-સમ્રાટ ચૂપચાપ ટેલવા લાગ્યો. ટેલતાં ટેલતાં એના હાથની દાઝભરી ભીંસ વચ્ચે એની ટોપી ચંપાવા લાગી. હજુ એને જોડા ઉતારવાનું મન થતું નહોતું. પગનાં તળિયાં અને જોડાની સગળીઓ વચ્ચે એ જાણે આ સ્ત્રીના વહાલને ભીંસી ભીંસી છૂંદી નાખતો હોય ને, એવો ભાર દઈ આંટા મારવા લાગ્યો.

થોડી વારે એને ભાસ થયો કે બચ્ચાંના શોર મેડી પર શમતા હતા. આજ ઘરમાં પ્રસરતી શાંતિ એને પોતાની કટ્ટર વેરણ લાગી. પાંચેય બાળકોને નીચે ઉતારી આવેલી પત્નીએ મલકાતે મોંએ આજીજીસ્વરે કહ્યું: “હવે તમે ઉપર જઈને સુખેથી લખવા લાગી પડો. અમે પાસે નહીં આવીએ. તમને બોલાવશું પણ નહીં. જાઓ, ટેબલ પર મેં તમામ ગોઠવી દીધું છે.”

સ્વદેશે આવવા નીકળેલો મુસાફર બંદર પર પહોંચીને એક જ મિનિટ પહેલાં આગબોટ ઊપડી જતી જુએ ને જે લાગણી અનુભવે તે લાગણીનો ભોગ થઈ પડેલો આ લેખક મેડી પર ગયો. અંદરથી એણે દાઝભર્યો ધક્કો મારીને બારણું ભીડી દીધું.

નીચે માતાએ એક ખુરસી પર બેસીને પાંચેય બાળકોને ગોદમાં લીધાં. એકને ખોળામાં બેસારી, બેને પગની જાંઘો ઉપર ઘોડો પલાણાવી, ચોથાના વાળ પંપાળતી અને પાંચમી પુત્રીની પીઠ થાબડતી એ ધીરા ધીરા સ્વરે ફોસલાવવા લાગી. “જુઓ, માંડ માંડ તમારા બાપુજી આજે ઘેર આવ્યા છે. એ કહે છે કે તમે એમને નિરાંતે લખવા દેતા નથી તે માટે એ અહીં નથી જમવા-સૂવા આવતા. મેં માંડ માંડ આજ એમને રોક્યા છે. હવે તમે બસ, એવાં, મીની જેવાં ચૂપ બની જાઓ, કે એ આટલું બધું લખી નાખે, ને પછી આટલા બધા પૈસા તમારે માટે લઈ આવે, તેમાંથી આટલાં બધાં કપડાં-રમકડાં આપણે લઈશું, ખરું?”

આખું ઘર ચૂપચાપ બન્યું. મોટાં હતાં તે ઘર બહાર રમવા ઊપડી ગયાં. મા રસોડામાં ગઈ. પછવાડેથી કીકો ને બટુકો બે જણા કંઈક સંતલસ