પૃષ્ઠ:Pratimao.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આઅખરે
35
 

કરતા ઊભા: સિસકારા વતી બેઉ જણા વાતો કરતા હતાઃ

“બાપુ શું કરે છે મેડી ઉપર?"

“લખે છે!”

“શું લખે છે?”

“મોટું મોટું કંઈક."

“એવું મોટું શું? ચાલો આપણે છાનામાનાં જઈને જોશું?"

બિલ્લીપગલે બેઉ સીડી પર ચડ્યા. ચૂપ! ચૂપ! ચૂપ! એમ એકબીજાને ચૂપ રહેવા કોણી મારતા મારતા બારણા પાસે પહોંચ્યા.

કીકાએ કમાડની તરડમાંથી અંદર જોયું. જોતાં જ ચકિત બન્યો. બટુકની સામે જોઈ હસ્યો. બટુકે એને ખસેડી પોતાની આંખો તરડમાં તાકી. બને છોકરા વિસ્મયથી મોંની સિકલ બગાડતા એકબીજાની સામે જોતા ઊભા.

બાપુ શું કરતા હતા. ખુરસી પર બેસીને જીભના ટેરવા ઉપર અધરપધર પેન્સિલ ચકાવતા હતા. બાપુને લખવાનું સૂઝતું નહોતું. લેખિનીને પ્રેરણા પાનાર માનવી ત્યાં હાજર નહોતું. બાપુને શાંતિ ઉપરાંત પણ કંઈક જોઈતું હતું.

“બાપુ તો ખેલ કરે છે!”

“મને જોવા દે.”

બેઉ જણાએ આ મેડીના બંધ બારની પાછળ ભજવાઈ રહેલ તમાશો જોવાની ઉત્સુકતાને ઉત્સુકતામાં એકબીજાને તરડ પાસેથી ધકાવવા માંડ્યું. બેઉને ભાન થઈ ગયું હતું કે બાપુ તો નાહકના જ આપણને ચૂપ કરી એકલા તમાશો કરે છે. એ માટે તેઓને ગંભીરતા ભુલાવી ધક્કાધક્કીમાં બટુકે નાના કટકાને જરા વધુ પડતો આઘે ધકેલી દીધો. ધબ ધબ ધબ કરતું કીકાનું ગોળમટોળ શરીર દાદરનાં પગથિયાં ઉપર પછડાતું છેક નીચે જઈ પડ્યું અને એ ધબધબાટમાં કીકાના કંઠસ્વરે પુરવણી કરી બાપુના સમાધિભંગનાં ઢોલ-શરણાઈ ગજાવી મૂક્યાં. બાકીનાં ત્રણ પણ આ રડાપીટમાં સાથ આપવા આવી પહોંચ્યાં. અને રસોડામાંથી ધ્રાસકો પામેલી