પૃથ્વીના પહેલા પુત્ર માયુ અથડાયું. એ છંછેડાયું. ઊંચું માથું કરી એણે છીં કાટા માર્યાં. ગરદન પરના ભારને નીચે પછાડવા એણે ગરદન તરફ દાંતૂડીએ લખાવી. તીક્ષ્ણ ધારદાર દાંતૂડીને પેતાની સામે તકાયેલી જોઈ ને થોશની આંખો ફાટી આવ્યા. એણે પગની આ આંચકા આંચકાથી શીશે જેર ગઈ, પણ તરત જ એને એક વિચાર સ્ફુરી આંગળીઓ વચ્ચે વરાહની ગરદનના વાળની મજબૂત પકડ લઈ અને હાથ ઊંચા કર્યાં ને દાંતૂડીને સાથે પકડી લીધી. સ્થાનથી ઢીલી થયેલી દાંતૂડીએ હલબલી ગઈ. વરાહે વેદનાની ચીસ નાખી. આની કરીને દાંતૂડીને ફરી હલબલાવી. દાંત ભીંસીને એ એને હલબલાવવા જ લાગ્યા. વરાહ વેદનાથી ગાંડુ ની ચક્કર લેવા લાગ્યું પણ એના જોર સાથે પોતાનું જોર મેળવી શીશે દાંતૂડીએને વધુ હલાવી. લોહીની ધારાથી ધાસગંગેલી લીલી જમીન કાળી થઈ ગઈ. અગ્નિની ઝાળ જેવી તીખી ચીસેાથી વરાહના કે બળવા લાગ્યા. દાંતૂડીને શીશની પકડમાંથી છોડાવવા એણે જેથી એક આંચકા માર્યાં, પણ એ આંચકાથી તે આંચકા સાથે જ દાંતૂડી એના નાકની ચામડીને ચીરીને છૂટી થઈ ગઈ. એની સાથે જ માંસના એક મેટા લેચા બહાર ખેંચાઈ ગયા ને મગજમાંથી લેાહીને ઘેધ છૂટયો. વરાહની હવેની ચીસા જંગલને દૂર દૂર સુધી ગજવનારી હતી. દૂર ઝાડ પર ચડી જર્મતે આ દિશામાં નજર નાંધી રાખીને બેઠેલી સહ આશકાી એ સાંભળીને કંપી રહી હતી. વરાહનું મગજ ખાલી થવા માંડયું હતું. એને કયું ભાન નહોતું રહ્યું. એ હવે લથડમાં ખાતુ હતું. શીશે પાતાના હાથમાં આવેલી દાંતૂડીની અણી વરાહના એક પડખામાં બાંકી, બાંકીને પાછી બહાર કાઢી. ઊંડા જખમમાંથી લેહી ધખધખ વહેવા લાગ્યું, પણુ વરહનું જાણે આખુ અગ જ ખાટુ થઈ ગયુ હાય તેમ આગલી ભયંકર વેદનામાં આ નવા બાની વેદનાની એને અસર પશુ ન થઈ. શીશે ફરી ફરીને અને પડખે દાંતૂડીના ધા કર્યા. વરાહના દેહ સાવ શક્તિહીન બની ગયે.. એ ઘેાડીવાર જરા જરા ડાલતા ઊળો રહ્યો ને પછી ધબ્બ એવા
પૃષ્ઠ:Pruthavino Pahelo Putra.pdf/૨૭
દેખાવ