પૃષ્ઠ:Pruthavino Pahelo Putra.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

એ અવાજ! સુઊઉ ! સુઊઊઉ ! સુશિકો ...... પવનના સુસવાટામાં ઝાડની મેટી મેટી ડાળીએ! પણ હચમચી ગતી હતી. એનાં લાંબાં લાંબાં અને ધારદાર પાન તરવારાનાં પાનાં એકમેક સાથે ધસાતાં હોય તેમ ઘસાઈને ચરચર થતાં હતાં. અવાર- નવાર ચરરર અવાજે એ પાન ચિરાઈ પણ જતાં હતાં. અવાર- નવાર પાતે ચિરાઈને ડાળીથી છૂટાં પડીને ઊડી પણ જતાં હતાં. વાદળાંમાંથી ઉપરાઉપરી સબક સબક કરતી નીકળતી વીજળી જેવી લાગે તેવાં ઝાડથી છૂટાં પડતાં આ પાન લાગતાં હતાં. ચરર-સુરર કરતાં પાના એકની પાછળ બીજી એમ ભાગતાં હતાં. સીધાં દોડવા જતાં પાને પવન નીચેથી ફૂંક મારીને ઊંચે ચડાવી દેતા હતા. આખું આસમાન ઊડતાં ને આગળ પ્રવાસ કર્યે જતાં પાતાથી લહેરાતા સમુદ્રની સપાટી જેવું લાગતું હતું. બહાર ભાગી જવા મથતા નાના બચ્ચાને રોકવા મથતી સિંહણ જેમ પોતાના પો લખાવે તેમ ઝાડની ડાળીએા ઊડી જતાં પાન પાછી લખાતી હતી, પણ ખીજી જ ક્ષણે પવનનું વ્હેર પાછું છતાં તે જાણે પાછી પડી જતી તે પાન ભાગી જતાં.