પૃષ્ઠ:Pruthavino Pahelo Putra.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

લેખક તરફથી આ નવલકથા માનવ અને પૃથ્વીના આદિ ઇતિહાસના એક એવા પ્રકરણ ઉપર લખાઈ છે કે જેની અંદરની હકીકતાને પુરવાર કરવી તે ઘણું કઠણ કામ છે. જ્યાં અત્યારે હિંદી મહાસાગરના વિશાળ જલપટ અને દક્ષિધ્રુવપ્રદેશના શાધૃત હિમથી પથરાયા છે અને જેનું તળિયું હજી ખખેાળવું જરાય સુલભ થયું નથી ત્યાં તે પાણી અને ક્રિમને સ્થળે એક દિવસ ફળદ્રુપ ભૂમિ અને વિકસતી અને વિલસતી માનવ અને પ્રાણીસૃષ્ટિ હતી એવી કલ્પના વિવિધ વાચનમાંથી મારામાં સસ્કારરૂઢ થઈ, અને પછી કલ્પનાએ આગળ ચાસીને તે ભૂમિ અને તે સૃષ્ટિ ઉપર એક સમાજ અને એક સસ્કૃતિ જોઈ-એમાંથી આ નવલકચાના ઉદ્દભવ થયું. મારી આ કલ્પના ઋતિહાસસશોધનની નીચેની બાબતોને માભારી છે. દક્ષિણૢ હિંદુ અને માફ્રિકાની પૂર્વેના માડાગાસ્કર એટ એક દિવસ એક અખંડ ભૂમિખથી જોડાયેલા હતા અને અરબીસમુદ્રમાં આજે દેખાતા નાનામેટા બેટા એ ખંડમાં સમાઈ ગયેલા ભાગેા હતા એ