પૃષ્ઠ:Punya Prakashnu Stavan.pdf/૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મુક્તિ મારગ આરાધીએ, કહો કિણ પરે અરિહંત?
સુધા સરસ તવ વચનરસ, ભાખે શ્રી ભગવંત.
અતિચાર આલોઇએ, વ્રત ધરીએ ગુરુ શાખ,
જીવ ખમાવો સયલ જે, યોનિ રાશિ લાખ.
વિધિશું વલી વોસિરાવીએ, પાપસ્થાનક અઢાર,
ચાર શરણ નિત્ય અનુસરો, નિંદો દુરિત આચાર.
શુભકરણી અનુમોદીએ, ભાવ ભલો મન આણ,
અણસણ અવસર આદરી, નવપદ જપો સિજાણ.
શુભગતિ આરાધનતણા, એ છે દશ અધિકાર,
ચિત્ત આણીને આદરો, જેમ પામો ભવપાર.


(ઢાળ પહેલી)
(દેશી : એ છીંડી કીહાં રાખી)

જ્ઞાન દરિસણ ચરિત્ર તપ વીરજ, એ પાંચે આચાર
એહતણા ઇહ ભવ પરભવના, આલોઈએ અતિચાર રે,
પ્રાણી જ્ઞાન ભણો ગુણખાણી,
વીર વદે એમ વાણી રે પ્રાણી. જ્ઞા.

ગુરુ ઓળવીએ નહીં ગુરુ વિનય, કાળે ધરી બહુમાન,
સૂત્ર અરથ તદુભય કરી શુદ્ધા,
ભણીએ વહી ઉપધાન રે. પ્રાણી. જ્ઞા.

જ્ઞાનો પગરણ પાટી પોથી, ઠવણી નોકારવાલી,
તેહતણી કીધી અશાતના,
જ્ઞાન ભક્તિન સાંભરે પ્રાણી. જ્ઞા.

 ::

ઇત્યાદિક વિપરીતપણાથી, જ્ઞાન વિરાધ્યું જે,
આ ભવ પરભવ વળી રે ભવોભવ, મિચ્છામિ દુક્કડં તેહ રે
પ્રાણી સમકિત લ્યો શુદ્ધ જાણી.