વળીય વિશેષે ચારિત્ર કરો, અતિચારાઅલોઈએ;
વીર જિનેશ્વર વયણ સુણીને, પાપ મેલ સવિ ધોઈયે રે. પ્રા0 ચા0૧૪
(ઢાળ બીજી)
(પામી સુગુરુ પસાય - એ દેશી)
પૃથ્વી પાણી તેઉ, વાયુ વનસ્પતિ, એ પાંચે થાવર કહ્યા એ.
કરી કરસણ આરંભ ખેત્ર જે ખેડિયાં કૂવા તળાવ ખણાવીઆ એ. ૧
ઘર આરંભ અનેક ટાંકા ભોંયરા, મેડી, માળ ચણાવીયા એ. ૩
લીંપણ ગુંપણ કાજ, એણીપરે પર -પરે પૃથ્વીકાય વિરાધીયા એ. ૨
ધોયણ નાહણ પાણી, ઝીલણ અપકાય, છોતી ધોતી કરી દુહાવ્યા એ.
ભાઠીગર કુંભાર, લોહ સોવનગારા, ભાડાભુંજા લીહા લાગરા એ. ૩
તાપણ શેકણ કાજ, વસ્ત્ર નિખારણ; રાંગનરાધન રસવતી એ.
એણી પરે કર્માદાન, પરે કેળવી, તેઉ વાયુ વિરાધીયા રે. ૪
વાડી વન આરામ, વાવી વનસ્પતિ, પાન ફલ ફૂળ ચુંટીયા એ.
પ્હોંક, પાપડી શાક, શેક્યાં સૂકવ્યાં, છેદ્યા છુંદ્યા આથીયાં એ. ૫
અળશી ને એરંડા. ઘાની ઘાલીને. ઘણા તિલાદિક પીલીયા એ.
ઘાલી કોલુમાંહે પીલી શેલડી, કંદમૂળ ફળ વેચીયાં એ. ૬
એમ એકેંદ્રી જીવ, હણ્યા હણાવીયા, હણતાં જે અનુમોદીઆ એ.