પૃષ્ઠ:Punya Prakashnu Stavan.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આ ભવ પરભવ જેહ, વળીય ભવોભવે, તે મુજ મિચ્છામિ દુક્કડં એ.

કૃમિ સરમીયા કીડા, ગાડર ગંડોલા, ઈયળ પૂરાને અળશીયાં એ.
વાળા જળો ચૂડેલ, વિચલિત રસતણાં વળી અથાણાં પ્રમુખનાં એ.
એમ બેઇંદ્રી જીવ, જેહ મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડં એ.

ઉધેહી જૂ લીખ, માકડ મંકોડા, ચાંચડ કીડી કુંથુઆ એ.
ગધહીયાં ઘીમેલ, કાનખજૂરીઆ, ગીંગોડા, ધનેરિયાં એ.
એમ તેઇંદ્રી જીવ, જેહ મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડં એ.

માખી મચ્છર ડાંસ, મસા પતંગિયા, કંસારી કોલિયાવડા એ.
ઢીંકણ વીંધુ તીડ ભમરા ભમરીયો, કોતાબગ ખડમાંકડી એ.
એમ ચઉરિંદ્રી જીવ, જેહ મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડં એ. ૧૦

જળમાં નાખી જાળ રે, જળચર દુહવ્યાં, વનમાં મૃગ સંતાપિયા એ;
પીડ્યા પંખીજેવ રે; પાડી પાશમાં પોપટ ઘાલ્યો પાંજરએ.
એમ પંચેંદ્રી જીવ, જેહ મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડં એ. ૧૧


(ઢાળ ત્રીજી)

(દેશી : સમકિતનું મૂળ જાણીએ જી)

ક્રોધ લોભ ભય હાસ્યથી જી, બોલ્યા વચન અસત્ય.
કૂડ કરી ધન પારકાં જી, લીધાં જેહ અદત્ત રે
જિનજી ! મિચ્છામિ દુક્કડં આજ, તુમ શાખે મહારાજ રે
જિનજી! દેઈ સારું કાજ રે જિનજી ! મિચ્છામિ દુક્કડં આજ.