પૃષ્ઠ:Punya Prakashnu Stavan.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


દેવ મનુષ્ય તિર્યંચનાં જી, મૈથુન સેવ્યાં જેહ;
વિષયરસ લંપત પણે જી, ઘણું વિડમ્બ્યો દેહ રે, જિનજી.

પરિગ્રહની મમતા અક્રી જી, ભવભવ મેલી આથ,
જે જિહાંની તે તિહાં રહી જી, કોઈ ન આવે સાથ રે. જિનજી.

રયણી ભોજન જે કર્યાં જી, કેધાં ભક્ષ અભક્ષ;
રસના રસની લાલચે જી, પાપ કર્યા પ્રત્યક્ષ રે. જિનજી.

વ્રત લેઈ વિસારિયાં જી, વળી ભાંગ્યા પચ્ચક્ખાણ,
કપટ હેતુ કિરિયા કરી જી, કેધાં આપ-વખાણ રે. જિનજી.

ત્રણ ઢાળ આઠે દુહે જી, આલોયા અતિચાર,
શિવગતિ આરાધનતણો જી, એ પહેલો અધિકાર રે જિનજી. !

(ઢાળ બીજી)

(દેશી : સાહેલડીની)

પંચ મહામહાવ્રત આદરો સાહેલડી રે, અથવા લ્યો વ્રત બાર તો
યથા શક્તિ વ્રત આદરી સાહેલડી રે, પાળો નિરતિચાર તો.

વ્રત લીધાં સાંભરીએ સા૦ હૈડે ધરીય વિચાર તો,
શિવગતિ આરાદના તણો સા૦ એ બીજો અધિકાર તો.

જીવ સર્વે ખમાવીએ સા૦ યોનિ ચોરાશી લાખ તો,
મન શુદ્ધે કરી ખામણાં સા૦ કોઈશું રોષ ન રાખ તો.

સર્વ મિત્ર કરી ચિંતવો, સા૦ કોઈ ન જાણો શત્રુ તો;
રાગ-દ્વેષ એમ પરિહરી, સા૦ કીજે જન્મ પવિત્ર તો.

સાધર્મી સંઘ ખમાવીએ સા૦ જે ઉપની અપ્રીત તો,
સજ્જન કુટુંબ કરી ખામણાં સા૦ એ જિનસાશન રીત તો.

ખમીએ ને ખમાવીએ સા૦ એહ જ ધર્મનો સાર તો,
શિવગતિ આરાધનતણો સા૦ એ ત્રીજો અધિકાર તો.