પૃષ્ઠ:Punya Prakashnu Stavan.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મૃષાવાદ હિંસા ચોરી સા૦ ધનમૂર્છા મૈથુન તો,
ક્રોધમાન માયા તૃષ્ણા જીભ સા૦ પ્રેમ દ્વેષ પૈશૂન્ય તો.

નિંદા કલહ ન કીજીએ સા૦ કૂડા ન દીજે આળ તો,
રતિ અરતિ મિથ્યા તજો સા૦ માયા મોષ જંજાળ તો.

તિવિધ ત્રિવિધ વોસરાવીએ સા૦ પાપસ્થાનક અઢાર તો,
શિવગતિ આરાધનતણો સા૦ એ ચોથો અધિકાર તો.


(ઢાળ પાંચમી)

(દેશી : હવે નિસુણી ઇહાં આવી)

જન્મ જરા મરણે, કરી એ, આ સંસાર અસાર તો,
કરુયા કર્મ સહુ અનુભવે એ, કોઈ ન રાખણ હાર તો.

શર્ણ એક અરિહંતનું એ, શરણ સિદ્ધ ભગવંત તો;
શરણ ધર્મ શ્રી જૈનનું એ, સાધુ શરણ ગુણવંત તો.

અવર મોહ સવિ પરિહરી એ, ચાર શરણ ચિત્ત ધાર તો,
શ્વગતિ આરાધનતણો એ, એ પાંચમો અધિકાર તો.

આ ભવ પરભવ જે કર્યા એ, પાપ કર્મ કેઈ લાખ તો;
આત્મશાખે તે નિંદી એ, પડિક્કમીએગુરુશાખ તો.

મિથ્યામતિ વર્તાવીયા એ જે ભાખ્યાં ઉત્સૂત્ર તો,
કુમતિ કદાગ્રહને વશે એ, જે ઉત્થાપ્યાં સૂત્ર તો.

ઘદ્યાં ઘડાવ્યાં જે ઘણાં એ, ઘંટી હળ હથિયાર તો,
ભવ ભવ મેલી મૂકીયાં એ, કોઈ ન કીધી સાર તો.

પાપ કરીને પોષીયા એ, જનમ જનમ પરિવાર તો ;
જનમાં તર પહોંચ્યા પછી એ, કોઈ ન કીધી સાર તો.