પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬
પુરાતન જ્યોત
 


“હું પણ શરાપ માગું છું.” કહેતા જુવાન સન્મુખ આવ્યો. એની આંખો અમરબાઈ તરફ નહોતી. એ બીજી બાજુ જોઈ ગયો હતો.

કહેવાતું આવે છે કે અમરબાઈ અત્યંત રૂપાળાં હતાં. દેહ અને આત્મા, બન્નેનાં રૂપ એકમેકમાં મિલન પામીને કેવાં મનોહર બન્યાં હશે? આ જ અમરબાઈનો એક વારનો પતિ એ ઘડીએ કયા વિચારોમાં ચડીને આંખો ફેરવી ગયો હશે? આવું અનોધું રૂપ પોતે ન ભોગવી શક્યો એ માટે ? કે આના ઊંચા આત્માને પોતે ન પિછાની શક્યો એ માટે ? સાંજનાં અંધારાં ઢળ્યાં ત્યાં સુધી તો અમરબાઈને ટાંટિયો ઝાલીને મૂએલા ઢોરની માફક ઢસરડી જવાની જ નેમ હતી. એક જ દિવસ અને રાત, છતાંયે બેની વચ્ચે જાણે કે જુગપલટો થઈ ગયો. જુલમ કરવા આવનારાં શરાપ માગવા રોકાયાં.

અમરબાઈ પણ નીચે જોઈ મીઠું મોં મલકાવતાં હતાં. એણે ફક્ત આટલું જ કહ્યું : “હું તો શરાપવા જેવી સમરથ નથી. મારા અંતરમા તો એટલું જ ઊગે છે કે માનવી માનવીને સંતાપે નહીં ? ને તમને સોરઠિયા આયરોને પણ પ્રભુ સદા સુખી રાખે.”

ત્રણે જણાએ માથાં નમાવ્યાં. દેવીદાસજીએ કહ્યું કે : "દીકરી, તેંય શરાપી જાણ્યું. તું તો ખાટી ગઈ.”

એક ફક્ત શાદુળ ભગત એકલા બેઠા બેઠા ઊંચાનીચા થતા હતા; મહેમાનોને આટલું પણ કહ્યા વગર ન રહી શક્યા કે, "પણ આ બાપુએ તમારું શું બગાડ્યું હતું કે, તમે એને ગરનારમાં લઈ જઈને મરણતોલ માર માર્યો?”

“શાદુળ !” દેવીદાસજીએ એનો હાથ ઝાલ્યો, “તું. એટલો તો વિચાર કર, કે એમણે જ મને નૂરશા-જેરામશાના