પૃષ્ઠ:Purvalap.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


દેવયાની

"રજનીથી ડરું, તોયે આજે એ લેખતી નથી;
ક્યાં છો ? કચ ? સખે ક્યાં છો ? કેમ હું દેખતી નથી ?"

લંબાવેલા સ્વર મધુર આ વ્યોમ માંહે ફરે છે,
પુષ્પે પુષ્પે વિટપ વિટપે નૂતન શ્રી ભરે છે;
નાનાં નાનાં વપુ ધરી શકે શોધતા એ દિશામાં,
રેલ'તા એ રતિ વિવિધ શી કૈં શશીની નિશામાં !

દિવ્ય પ્રભા નીરખી ઉત્સુક જે થયેલી
દેખાડવા સુહૃદને પ્રણયાર્દ્ર ઘેલી;
તે આ સ્વભાવસરલા કરી દોડ નાની,
બોલાવતી ધસતી બાલક દેવયાની.

તરે જે શોભાથી વન વન વિષે બાલહરિણી,
સરે વા જે રીતે સુરસરિતમાં સૌમ્ય કરિણી,
કરે એવું જ્યોત્સનાભ્રમણ, ભ્રમણે જ્યાં અટકતો
શશાંક પ્રેક્ષીને સુભગ મણિ સેંથે ઝબકતો !

તરુઓ અભિનંદે આ અંગો લલિતને નમી;
સમગ્ર નભ વર્ષે છે, આહા ! ઉપરથી અમી !