પૃષ્ઠ:Purvalap1.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૨૫. વિપ્રયોગ

[અંજનીગીત] “આકાશે એની એ તારા : એની એ જ્યોત્સ્નાની ધારા : તરુણ નિશા એની એ : દારા — ક્યાં છે એની એ?

“શું એ હાવાં નહિ જોવાની? આંખડલી શું નહિ લ્હોવાની? ત્યાંયે ત્યારે શું રોવાની — દારા એની એ?”

“છે, જ્યાં છે સ્વામીની તારા! સ્વર્ગોની જ્યોત્સ્નાની ધારાઃ નહિ જ નિશા જ્યાં આવે, દારા — ત્યાં છે એની એ!

“છે ત્યારે એ ત્યાં જોવાની : આંખડલી એ ત્યાં લ્હોવાની : સ્વામી સાથે નહિ રોવાની — દારા એની એ!