પૃષ્ઠ:Purvalap1.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૩૫. પ્રણયવચન માટે પ્રાર્થના Previous Next

[મિસિસ બ્રાઉનિંગના એક કાવ્ય ઉપરથી] કહે, કે ચાહે છે : ફરી ફરી કહે, કે જિગરથી મને ચાહે છે તું : કવિવર! સુખેથી વચન એ લખ્યું કાવ્યે તેવું પરાભૂત તણું કૂજન બને!

વિચારી લે, વ્હાલા! રસમય ટહુકા વગર એ નદીતીરે, ખીણે, અગર ગિરિપૃષ્ટસ્થિત વને, બધી લીલા સાથે નહિ કદી વસંત પ્રગટતી!

પડયાં દૈવી જેવાં મધુર વચનો કૈં શ્રુતિ પરે, હતી અંધારે ત્યાં; પ્રિયતમ! પ્રતીતિ નહિ થતાં, તને ચાહું છું, એ ફરી પણ કહે, એમ વીનવું.

કહે માટે, ચાહું, જિગર થકી ચાહું, પ્રસરતી ભલે વાણી એ તો રજત જ ઝણત્કાર સરખી, અને એકાંતોમાં પણ નહિ જતો માત્ર વીસરી!