પૃષ્ઠ:Purvalap1.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૫૨. સાગર અને શશી


આજ, મહારાજ! જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે, સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન, નિજ ગગન માંહી ઉત્કર્ષ પામે; પિતા! કાલના સર્વ સંતાપ શામે!

નવલ રસ ધવલ તવ નેત્ર સામે! પિતા! કાલના સર્વ સંતાપ શામે!

જલધિજલદલ ઉપર દામિની દમકતી, યામિની વ્યોમસર માંહી સરતી; કામિની કોકિલા, કેલિકૂજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભરતી; પિતા! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી!

તરત તરણી સમી સરલ તરતી, પિતા! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી!