પૃષ્ઠ:Purvalap1.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


૬૧. ધર્મવિજય


છો લાખ વાર દયાલુ દેવ મનુષ્ય કુન્દનને કસે, છો સાત લાખ સવાર રક્ત-સમુદ્રમાં સામે ધસે, ત્હોયે નહિ ડરશો, પડી સહુ ગર્તમાં નીચે જશે, સ્વામી સમર્થ સખા સદા રાજાધિરાજ વિરાજશે!