પૃષ્ઠ:Purvalap1.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૭૪. સ્મરદશા Previous Next

[રાગ ક્લાઇડાની ધૂન : તાલ લાવણી]

રટ, રસના! રટ રસના! પ્રિયતમનું નામ રટ, રસના!

લવ ઇતર ઉપર અબ વસ ના! પ્રિયતમનું નામ રટ, રસના!

દિવસ રાત બસ એ જ વાત, જપ કર પ્રિય નરવર જસના!

જપ કર પ્રિય નરવર જસના! પ્રિયતમનું નામ રટ, રસના!

મનોહર રૂપ સ્મરું! ધ્યાન તે ધરું, કશાથી ન ડરું, સાગરો તરું, બિયાબાં ફરું! સર્વ પરહરું, કાન્તને વરું!

અયિ રસિક રમણી! જરી હસ ના! પ્રિયતમનું નામ રટ, રસના!