આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧:પુષ્પોની સૃષ્ટિમાં
પૃથ્વી : માલિક છો કોણ જાણે ! માલિક થવાની જરૂર નથી. પૃથ્વી ઉપર જે જોઈએ તે મળે એમ છે.
- અને તું કોણ ? [સ્ત્રી પાસે જઈ]
સુંદરી : મને શું કહેશો ?
રાજન : હું એને સુંદરી કહીશ. બહુ સુંદર લાગે છે. હું એને મારી બનાવી લઈશ.
પૃથ્વી : સૌંદર્યને પ્રીછજે, પૂજજે, સૌંદર્ય ત્યારે જ સત્ય અને શિવ બનશે. સૌંદર્યને તારું એકલાનું જ ન બનાવી રાખીશ. નહિ તો એ સૌંદર્ય પણ તારા હાથમાંથી સરી જશે.
રાજન : એટલે ?
પૃથ્વી : પ્રથમ્ તમે બન્ને પિછાનો આ પુષ્પષ્ષ્ટિને, એનો સાચો પરિચય સાધશો તો સ્વર્ગની એક બારી ખૂલી જશે. પુષ્પ સાથે રમો હવે. પુષ્પ સાથે રમતાં આવડશે તો સનાતન રમત આવડી જશે. તમને રમતાં રમાડતાં આવડશે તો એ તમારાં છે...નહિ તો કોઈનાં યે નહિ થાય.
- [ પૃથ્વી અને ચંદ્ર જાય છે. સુંદરી હસતી હસતી સંતાઈ જાય છે; રાજન તેને શોધે છે. જરા જરા દેખાતી સુંદરીનું ગીત સંભળાયા કરે છે. ગીતની લહરી જુદી જુદી પુષ્પલતાઓ વચ્ચેથી આવે છે. અને ત્યાં ત્યાં રાજન સુંદરીને ખોળતો જાય છે. ]
સુંદરી :
[૧]કુસુમ જગજાગે !
મન શું શું માગે ?
ચંદ્રે રંગ્યાં, અરુણે રસિયાં,
ઊછળે ઉષા પરાગે.........
મન શું શું માગે ?
- ↑ ૧. રાગ-તિલક કામોદ.