પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨:પુષ્પોની સૃષ્ટિમાં
 

૨૨ : પુષ્પાની સૃષ્ટિમાં – ધનપાળ : જરા વારમાં અહીં રાજન આવશે. એને માળા પહેરાવવી છે. તું તૈયાર કર – અને સાથે સાથે પુપે। વીણી તેની કિંમત ઉધરાવ. જો. આ પુષ્પોાખીના બધા આવ્યા...હુ” રાજનને આમન્ત્રણ આપુ. [ ધનપાળ જાય છે. કેટલાક યુવકા અને યુવતીઓ આવે છે, અને પુષ્પ લેવા જાય છે] માલિની : થેલ્મે. પુષ્પ એમ નહિ લેવાય. એની કિંમત ચૂકવતા જાઓ. ધર્માનન્દ : ( સાધુ વેશમાં ) અને ન આપીએ તે ? માલિની : ધનપાળની આણુ છે. પુષ્પષ્ટનાએ માલિક છે. એને પુષ્પપુષ્પની કિંમત જોઈએ. ધર્માનન્દ : પણ હું તો ધરક્ષક છું. મારી સત્તામાંથી અગમ્ય, ઈશ્વર, અવતાર, અલ્લાહ, પ્રભુ, પ્રકાશ, પયગંબર, પ્રતિમા, ફાતીમા પ્રગટે છે જેના ઉપર જગતના આધાર છે. ધમને સઘળું મફત મળવુ જોઈએ. માલિની : એ હું ન જાણું. ખલા વગર પુષ્પ મળશે જ નહિ. તું કહે છે ધમ ઉપર જગતને આધાર છે. ધનપાળ કહેશે ધન ઉપર ધર્મ ના પણ આધાર છે. બદલા જોઈએ જ. ધર્માનન્દ : કહે તા બદલામાં હું આશીર્વાદ આપુ ...તને...અરે ધન- પાળને, મારે અહીં" જ પ્રભુની પ્રતિષ્ઠા કરવી છે! માલિની : પ્રભુની પ્રતિષ્ઠા ? એ તા બધે જ હોય છે ને ? ધર્માનન્દ : રાજનને રાજયાસન મળે તે મારે ધર્માસન અહી" રચવુ છે. રાજયાસન અને ધર્માસન સાથે સાથે જ નભે. પ્રભુની સ્પષ્ટ પ્રતિષ્ઠા અહીં કરુ' તે તેની આસપાસ મારું ધર્માસન રચાય. મઠ-માઁદિર વગર પ્રભુ પકડમાં આવતા નથી. માલિની : વારુ. આપો આશીર્વાદ,