પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ વીસમું

૧૪૮


શાહઆલમે જ આખરે ખાત્રી આપી. ને તે પછી તૂર્ત જ જ્યારે ઘોડેસ્વારોનું મંડળ અમદાવાદ તરફ ચાલ્યું, ત્યારે વચલા ઘોડાના ઘોડેસવાર સામે હાથ લાંબા કરીને રસુલાબાદની ગલીના છોકરાઓ દોડતા દોડતા તાળીઓ પાડતા પોકારતા હતા કે 'એઇ ફતેખાન ! એ ફતીઆ ! ઘોડે ચડી ક્યાં ચાલ્યો? તારે માથે કાલનો દા છે હજુ ગિલ્લી દંડાનો. દા દઈને પછી જા.'

થોડી જ વારે ભદ્રના રાજદરબારમાં તેર વર્ષ, બે માસ અને ત્રણ દિવસની ઉમ્મરવાળો બાળ ફતેહખાન સુલતાન જાહેર થયો. એનું નામ પડ્યું મહમૂદ.

એ જ મહમદ બીઘરો : મહમદ બેગડો : મહમદ બેગઢો. *[૧]





  1. 'બેગઢો'નો અર્થ બે ગઢ-કિલ્લા (ચાંપાનેર અને જૂનાગઢ) જીતી લેનાર એવો થાય છે પણ એ ખોટું છે. મૂળ શબ્દ ;બીઘરો' (સોરઠી ભાષામાં જેમ 'વગડો') : એટલે કે સીધાં લાંબા શીંગવાળો બળદ. મહમદશા લાંબી, ધીંગી ને સીધી મૂછો રાખતો તેથી તેને 'બીઘરા' બળદનું બિરૂદ અપાયેલ હતું.