પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯૫

છેલ્લું ગાન

'તારા શ્રીહરિને તેં એકેય વાર આમ રૂપ ધરીને તારાં કામ કરતા નજરોનજર દીઠા છે ?'

'ના રે ના ! રાધેશ્યામ કરો મહારાજ. મેં કદી નથી જોયા. મુજ સરખા પાપીને એનાં દર્શન ક્યાંથી થાય ?'

'ત્યારે તું પોતાને પાપી માન છ. એટલો વળી ડાહ્યો ! ને પરદેશીઓના પારકા પૈસા લઇને ખોટેખોટી હુંડી પણ તેંજ લખી આપેલીને ?'

નરસૈયો ન બોલ્યો. એ ભૂલનો એને પસ્તાવો હતો.

'પછી આ રતન નાગરાણીને તારે શું સગપણ હતું ?'

'એ મારાં મામી હતાં. વાલાજીનાં ભક્ત હતાં.'

'એના જ હાથનું પાણી પીવામાં કાંઇ વિશેષ ભજન-રસ પડતો હતો ? કોઇ પુરુષ નહિ, તારી સગી સ્ત્રી કે પુત્રી નહિ, કોઇ બુઢ્ઢી નગરનારી નહિ, ને આ રાતી રાણ જેવી રતનમામી જ તને પાણી પાય એવાં વ્રત પણ તારે વાલેજીએ જ લેવરાવ્યાં હશે, ખરું ?'

'રતનમામી શ્રીહરિને વહાલાં હતાં. કેમકે મુજ સરીખાં એ પણ દીન હતાં, હરિનાં શરણાગત હતાં.'

'ને તુજ સરીખાં પાપી પણ હતાં, એમ કહી દે ને ?'

'પાપી નહોતાં. પાપીને પુનિત કરવાવાળાં હતાં. મારે વાલેજીએ જ મારી સારસંભાળ લેવા એને મેલ્યાં હતાં.'

'એનું મોત કેમ થયું ? તારો વિરહ સહી ન શક્યાં એથી ને ?'

'વાલાજીએ પોતાને શરણે બોલાવી લીધાં હશે. મને પાપીને રઝળતો