પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ ત્રીજું
ચારણીનું ત્રાગું


"દુવાઈ હો ! જોગમાયાની દુવાઈ હો ! નવ લાખ લોબડીયાળીયુંની દુવાઈ હો તમને." ઊનાના પાદરમાં એ પાંચમાં પ્રભાતના પહેલા પહોરે છેટેથી સાદ સંભળાયો.

ભલકા ઉપર ઊભેલો એક ભાટ અટકી જાય છે. એના હાથમાં ત્રણેક વર્ષનું બાળ હતું, બાળકને એભલકા ઉપર ઉછાળવાની તૈયારીમાં હતો. એના હાથ પાછા પડ્યા, એની પાછળ હારબંધ નાનાં છોકરાં લઈ ઊભેલા ભાટોએ નજર કરી.

કપાળે લમણાં લગી સીંદૂરની પીળ, ઓડ્યેથી (ગરદનથી) અરધોઅરધ વ્હેંચાએલ ચોટલાની, છાતી માથે ઢળતી કાળી ઝબાણ લટો, માથે મૂરતવંતી ચૂંદડી, અને ચૂંદડી ઉપર ઊનનો કાળો ભેળીઓ, એવી એક બાઈ ઉતાવળે પગલે ઊંચા હાથ રાખીને "દુહાઈ ! દુહાઈ ! જુગદંબાની દુહાઈ !" બોલતી ચાલી આવે છે. વીશથી વધુ ચોમાસાં એણે જોયાં જણાતાં નથી.

"ચારણનું બાળ લાગે છે." ભાટો ઓળખી શક્યા.

શ્વાસે ધમાતી, જીવતી ધમણ સરીખી એ ચારણીએ આવીને પહેલું કયું કામ કર્યું ? ભલકા ઉપર પરોવાઈ જવાની જેને ઝાઝી વાર