પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ ઓગણત્રીસમું

૨૩૨

'અને માંડળિક ! ગંગાજળિયા,

તારી રાણીયું રીત પખે
જાઇ બજારે બીસશે
ઓજલ આળસશે
તે દિ મું સંભાળીશ માંડળિક

અરે બાપ, તારા રાજની રાણીઓને લાજ મરજાદ મૂકીને બજારે બેસવું પડશે. એવા એવા દિ'ની આ એંધાણીયું છે.'

'બસ, શારાપી લીધો ?'

'શરાપ્યો નથી. હું શરાપું નહિ, પણ હું તને ભવિષ્ય ભાખું છું. આવતા દિ'નાં એંધાણ હું નજરે નરખીને બોલું છું. તેં મામદશાને માટે રાંધીને તૈયાર રાખ્યું છે.'

'તું તેડી આવને !'

'હું નહિ બાપ, તારો કાળ તેડી આવશે. તેડાં તો થઇ ચુકેલ છે. તારા સીમાડા સંભાળ હજી. હજી ય હિંદવાણાને હાકલ દે, હજી ય નરસૈયાના પગુંમાં પડી જા. હજી ય કુંતાદેનાં કહ્યાં કર. નીકર, ગંગાજળિયા ! હું તો તારી ગતિ ક્યાં જઇ ઊભી રે'શે એ જ વિચારું છું. તારું ખોળિયું...' ડોશી અટકી ગયાં. ડોશીએ માંડળિકના દેહ ઉપર નજર ફેરવી. ગાય જાણે વાછરૂને ચાટી રહી. 'ગંગાજળિયા ! તારું આ ખોળિયું...'

'ખોળીયું તો દુશ્મનોની છાતી માથે ઢળશે , બુઢ્ઢી !' રા'એ છાતી થાબડી.

'ના, ના, ના, ઊજળાં મોત રેઢાં નથી પડ્યાં બાપ. હવે જા, વધુ બોલાવ મા. તારા આ ખોળિયાની શી દશા થશે તેની