પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૩

માંડાળિકનું મનોરાજ્ય

 હી લો ળ વા હ મી ર
ભાલાંની અણીએ ભીમાઉત !

હે ભીમજી પુતર, વહેલો આવ, વહેલો આવ, વહેલો આવી પહોંચ.

પાટણ આવ્યાં પૂર
ખળહળતાં ખાંડા તણાં
શેલે માંહી શૂર
ભેંસાસણ શો ભીમાઊત.

સુલતાની ખડગોનાં ધસમસતાં પૂર દેવપાટણ ઉપર આવ્યાં, તેની અંદર ઓ મારા વીર હમીર, જંગી પાડા જેવડા શૂરો જાણે તું શેલારા દેતો દેતો તરતો ધૂમે છે.

વેળ તુંહારી વીર
આવીને ઉવાંટી નહિ
હાકમ તણી હમીર
(આડી) ભેખડ હુતી ભીમાઉત !

પણ ઓ વીરા મારા ! તારા શૂરાતનની સાગર-વેળ ત્યાં આવીને ઓળંગી ન શકી. કારણ કે આડે સુલતાનની પ્રચંડ ફોજ રૂપી ભેખડ ઊભી હતી.

'આખરે તો પડવાનું જ હતું. તારા કાકાનું શિર પડ્યું, ધડ લડ્યું, ધડા પડ્યું, ઘોડો પડ્યો, અને એ ભેળું પણ કોણ કોણ પડ્યું? દેવડી ! ન કોઇ રાજા, ન કોઇ બ્રાહ્મણ, ન કોઇ જતિ સતી, શંભુના નામે બે હજાર ગામડાંનો ગરાસ ખાનારા ને ગુલતાન કરનારા કોઇ કરતાં કોઇ દાઢી મૂછ ના ધણી નહિ, પણ-