પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ છઠ્ઠું

૪૨


પોતે ઘોડો થંભાવ્યો. પૂછ્યું, કાવડિયાઓ, રક્તપીતીઆ રાજા વીજલ વાજાનો પડાવ સામે મળ્યો?'

'હા મહારાજ, પાંચક ગાઉને પલ્લે.'

'કાવડ હેઠી ઉતારો.' કહીને પોતે વસ્ત્રો કાઢવા લાગ્યો.

'મારા માથે આંહી ને આંહી જ હાંડો રેદી દો.'

ગંગોદકમાં તરબોળ દેહે ફરીથી એણે અશ્વ પલાણ્યો, અશ્વને ઉપાડી મૂક્યો.

કાવડિયાઓ વાતો કરતા ગયા:-

'રાજા વાજાં ને વાંદર્યાં ! કોણ જાણે શોય ચાળો ઊપડ્યો હશે ભાઇ ! હાલો, એટલો ભાર ઉપાડવો મટ્યો. કોણ જાણે કઇ સદ્ધાઇ રોજ ગંગાજળે ન્હાએ મળી જાતી હશે. નખરાં છે નખરાં સમર્થોનાં. સોમનાથને ત્રણ ત્રણ વાર તો રગદોળીને મલેચ્છો ચાલ્યા ગયા. કોઇનું રૂંવાડું ય થીયું 'તું ખાંડું? શું કરી શક્યો ડાડો સોમનાથ, કે શું આડા હાથ દઇ શક્યા શંકરના ભૂત ભેરવ ! ગયા ગતાગોળમાં શંકર ને કંકર સૌ સામટા. આ વળી એક જાગ્યો છે ચેટકીયો. થોડા દિ' મર ગંગાજળે નાઇ લે બચાડો ! એની ય એ વાળી જ થવાની છે અંતે તો.'

આવી આવી બળતરા ઠાલવતા કાવડિયા જૂનાગઢ પહોંચ્યા. રોજ ગંગાજળની કાવડ ઉપાડનારાઓને મન એ પાણીનો મહિમા માત્ર બનાવટી ઠરી ચૂક્યો હતો.

'ઊભા રો, ! ઊભા રો, ! ઊભા રો!'

એવી રીડિયા પાડતો ઘોડેશ્વાર રા' છેક જેતલસર નામના ગામડાની સીમમાં વીજલ વાજાના મ્યાનને ભાળી શકે છે. મ્યાનો