આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
| રાઈ : | ઉપમંત્રી અને ઉપમંત્રીના ઉપરીઓ એ અવમાનનામાંથી સ્ત્રી જાતિને છોડાવે તો જ મુદ્રાદાન સાર્થક થાય. |
| દુર્ગેશ : | રસપ્રભાવ વડે પ્રત્યેક સ્નાયુને અને પ્રત્યેક નાડીને સ્ફુરામય કરનારી આવી દીક્ષા મળ્યા પછી ઉપમંત્રી યજ્ઞમાં શું કચાશ રાખશે? |
| કમલા : | એમ છે તો સ્ત્રીના ઉદ્દાર માટે યજ્ઞ આરંભવાનો હું સકલ્પ કરાવું તે કરો. |
| રાઈ : | મને પણ એ સંકલ્પમાં સામેલ થવાની અનુજ્ઞા આપો. |
| કમલા : | ભલે. તમે બન્ને સંકલ્પ કરો કે,
સ્ત્રીજાતિની અવદશા પરિહારવાને [રાઈ અને દુર્ગેશ બન્ને એ શ્લોક સાથે બોલી સંકલ્પ કરે છે.] |
| દુર્ગેશ : | પર્વતરાય મહારાજનું નવું રાજ્ય બેસે એ સમય એ હુતાશન પ્રગટાવવા માટે અનુકૂળ થઈ પડશે. |
| રાઈ : | નવું રાજ્ય શાથી ? |
| દુર્ગેશ : | નવી જુવાની સાથે રાજનીતિમાં નવું બળ પ્રાપ્ત નહિ થાય? |
| રાઈ : | જુવાની અને રાજતીતિને કેવો સંબંધ છે, અને જુવાની એક વાર ગયા પછી પાછી આવે તો એની એ આકૃતિમાં કે કોઈ બીજી આકૃતિમાં આવે - એ બધા ભારે પ્રશ્નો આ મધરાતના ભારથી વધારે ભાર શા સારુ કરવા? અત્યારે તો નિદ્રા કેમ સહેલી કરવી એ જ પ્રશ્નનું નિકારાણ ઘટે છે.
[સહુ જાય છે.]
᠅ ૭૦ રાઈનો પર્વત |