પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

भारतनी देवीओ× [૧]

🙥 ग्रंथ ३ जो 🙧

जैनयुगनां स्त्रीरत्नो*[૨]

ઉપોદ્‌ઘાત

પ્રિય વાચક બહેનો ! આર્યાવર્તની અનેક હિંદુ સન્નારીઓના પુણ્યચરિત્રની કથા તમે વાંચી. હવે તમને કેટલાંક જૈન સ્ત્રીરત્નોનો પરિચય કરાવીશું. જૈન ધર્મ ઘણાઓ ધારે છે તેમ કાંઈ આપણાથી ભિન્ન, તદ્દન નવોજ ધર્મ નથી. હિંદુ, જૈન અને બૌદ્ધ એ ત્રણે ધર્મ એકબીજાને તદ્દન મળતા છે. ખરૂં જોતાં “વૈદિક, જૈન અને બૌદ્ધ એમ એકજ હિંદુ ધર્મની ત્રણ શાખાઓ છે. ત્રણે મળીને હિંદુસ્તાનના પ્રાચીન ધર્મનું પૂર્ણ સ્વરૂપ બંધાય છે.” આચાર્ય શ્રીઆનંદશંકરભાઈના “ધર્મવર્ણન”


  1. × આ ગ્રંથની આ અગાઉની બે આવૃત્તિઓ ‘ભારતનાં સ્ત્રીરત્નો’ના નામથી પ્રસિદ્ધ થયેલી છે. તેની ત્રીજી આવૃતિ ‘ભારતની દેવીઓ’ ના નામથી પ્રસિદ્ધ થાય છે. —પ્રકાશક
  2. * સતી અંજનાથી સતી શ્રીમતી સુધીનાં પાંત્રીસ રત્નો જૈનયુગનાં છે.