પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



६२–मुक्ताबाई

સન્નારી પુણ્યશ્લોક મહારાણી અહલ્યાબાઈની પુત્રી હતી. અહલ્યાબાઈનો પુત્ર માલેરાવ જેટલો દુરાચારી અને ઉદ્ધત હતો, તેટલી જ બાલિકા મુક્તા સુશીલ, વિદુષી અને ચતુર હતી. માતાએ તેને સારી કેળવણી આપી હતી તથા ગૃહકાર્યમાં નિપુણ બનાવી હતી. બાલ્યાવસ્થાથીજ એ માતાના દુઃખમાં ભાગ પડાવતાં શીખી હતી. માલેરાવના મંદવાડ વખતે એણે સતત માતાની સાથે રહીને, ભાઈની ઘણી સેવાસુશ્રૂષા કરી હતી. માલેરાવનું મૃત્યુ થયું ત્યારે દેવી અહલ્યાબાઈને આ નાની સરખી બાળાએ આશ્વાસન આપ્યું હતું. એ શોકાતુર વિધવાનાં આંસુ તેના માયાળુ કરકમળે લૂછ્યાં હતાં. મુક્તાબાઈ જેવી સ્નેહાળ કન્યાને જોઈને માતાએ પુત્રશોકને વિસારે પાડ્યો હતો.

એવી કન્યાને માટે યોગ્ય વર શોધવાની ચિંતામાં દેવી અહલ્યાબાઈ રાતદિવસ રહેતાં હતાં; પરંતુ ત્યાર પછી એવા સંયોગો ઉત્પન્ન થયા કે, જેથી એક નવીજ રીતે મુક્તાબાઈનું કન્યાદાન દેવાનું નક્કી થયું.

રાજકુમાર માલેરાવના મૃત્યુ પછી અહલ્યાબાઈને અબળા સમજીને રાજ્યમાં ચોર, લૂંટારાઓએ ત્રાસ વરતાવવા માંડ્યો. અહલ્યાબાઈએ પોતાની પ્યારી પ્રજાને એ દુષ્ટોના અત્યાચારથી બચાવવા સારૂ સરદારો તથા પ્રતિષ્ઠિત ગૃહસ્થોની એક સભા ભરી અને જણાવ્યું કે, “જે કોઈ મારી પ્રાણથી પણ અધિક પ્રિય પ્રજાને આ કષ્ટોથી છોડાવવાનો ઉત્તમ પ્રબંધ કરશે તથા મારી એ રાંક પ્રજા સુખચેનપૂર્વક જીવન ગાળે, એવો બંદોબસ્ત કરશે, તે વીરને હું મારી એકની એક લાડકી કન્યાનું દાન કરીશ.” એ પ્રસ્તાવ સાંભળતાં થોડી વાર સુધી તો આખા દરબારમાં નિઃસ્તબ્ધતા છવાઈ ગઈ. આખરે દરબારીઓમાંથી એક નવયુવક મરાઠા વીર ઊભો થઈને સામે આવ્યો અને વિનયપૂર્વક બોલ્યો: “માતુશ્રીની કૃપા