પૃષ્ઠ:Rajpadhya.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૪
૧૧૪
રાજપદ્ય.

________________

૧૧૪ રાજપધ. ૧૩૮, દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ અને વૈરાગ્ય એ ગુણા મુમુક્ષના ઘટમાં સદાય સુજાગ્યું એટલે જાગ્રત હોય, અર્થાત એ ગુણાવિના તો મુમુક્ષુપણું પણ ન હોય. ૧૩. મેહભાવને જ્યાં ક્ષય થયો હોય, અને થવા જ્યાં મેહદશા બહુ ક્ષીણ થઈ હોય, ત્યાં જ્ઞાનીની દશા કહીએ, અને બાકી તો જેણે પાતામાં જ્ઞાન માની લીધું છે, તેને ભ્રાંતિ કહીએ. ૧૪૦, સમસ્ત જગત જેણે એંઠજેવું જાણ્યું છે, અથવા સ્વમજેવું જગત જેને જ્ઞાનમાં વર્તે છે, તે જ્ઞાનીની દશા છે, બાકી માત્ર વાચજ્ઞાન એટલે કહેવામાત્ર જ્ઞાન છે. ૧૪૧. પાંચે સ્થાનકને વિચારીને જે છત્તે સ્થાનકે વર્તે, એટલે તે મોક્ષના જે ઉપાય કહ્યા છે તેમાં પ્રવર્તે તે પાંચમું સ્થાનક એટલે મોક્ષપદ તેને પામે. ૧૪૨. પૂર્વપ્રારબ્ધયોગથી જેને દેહ વર્તે છે, પણ તે દેહથી અતીત એટલે દેહાદિની કલ્પનારહિત આત્મામય જેની દશા વર્તે છે, તે જ્ઞાનીપુરૂષના ચરણકમળમાં અગણિત વાર વંદન હો ! સં. ૧૯૫ર ના આશ્વિન વદ ૧ ગુરૂવારે નડિયાદ Gandhi Heritage Portal