પૃષ્ઠ:Rajpadhya.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
    • *** .

૧૪ હતી, પરંતુ આંતરિક શાંતિ અને ગાંભીર્ય તે તેમનાંજ હતાં. તેમનું ધર્મો તથા તત્વજ્ઞાન સંબંધી વિશાળ અને યથાસ્થિત જ્ઞાન, તેમની સમજાવવાની અદ્ભૂત શક્તિ, અને ઉપદેશ કરવાની તેમની દિગ્ પદ્ધતિ હોવાથી તેમના ઉપદેશા પૂર્ણ લક્ષપૂર્વક સાંભળવામાં આવતા હતા. ઉશ્કેરનાર સોગા હોય ત્યારે પણ તેમનેા આત્મસયમ એટલા ખધા પૂર્ણ હતા, તેમની મધ્યસ્થ રીતે સમજાવવાની શક્તિ એટલી અધી મહાન હતી, અને તેમની હાજરી એટલી બધી પ્રેરણાત્મક હતી કે જેઓ તેમની સાથે વાદવિવાદ કરી તેમની ઉપર જય મેળવવાની બુદ્ધિએ આવતા તે તદન તેમેથી વશ થઈને તેમની આદરપૂર્વક સ્તુતિ કરતા જતા હતા. હિંદની વર્તમાન દશાપર શ્રીમદ્ રાજચંદ્રને ખેદ થતા અને તે દૂર કરવાને હમેશાં ઇચ્છા ધરાવતા હતા. વર્તમાન સામાજિક અને રાજકીય પ્રશ્નાપરના તેમના વિચારા ઉદાર હતા. બધા સુધારકામાં જે સુધારક પવિત્રતમ આશયથી, અને દાંભિક વૃત્તિ વગર સુધારાનું કાર્ય કર્યા જાય છે તેમને શ્રીમદ્ ઉચ્ચતમ ૫'ક્તિ આપતા. વર્તમાનકાલના ધર્મગુરૂઓનેા દોષ એ કારણથી કાઢતા હતા કે તેઓ સ્વસંપ્રદાયના માહથી આગ્રહી ઉપદેશ કરી કાલના ફેરફા રનું લક્ષ રાખતા નથી. પેાતાને પ્રભુના અવતાર તરીકે કહેવડાવવાની ઇચ્છાથી પોતાનુ ખરૂં કર્તવ્ય વારવાર ભૂલી જાય છે અને જે શક્તિ પોતાનામાં ન હોય છતાં તેને દાવા કરવાના ગર્વ રાખે છે. તેના પાછલાં વર્ષોમાં એ તે સ્પષ્ટ જણાતું હતું કે શ્રીમદ્ પેાતાના જીવનને સંદેશ ધર્મેપદેશ તરીકે આપવાની તૈયારી કરતા હતા. પરંતુ દુર્ભાગ્યે મરણે વચમાં પડી તે સંદેશ પૂર્ણ થતાં અટકાવ્યેા છે, છતાં મુંબઇ ઇલાકાના જૈનામાં એક નવીન જીવન ઉપજાવવામાં શ્રીમદ્ વિજય પામ્યા છે. સાધારણ રીતે એવું મનાય છે કે જો તે વધુ વખત જીવ્યા હત તેા હાલના જૈનધર્મની સંપૂર્ણ દેશનક્રાંતિ કરી હત અને મહાન મહાવીરે જે વાસ્તવિક ઉપદેશ આપ્યા છે તે ઉપદેશ લાકાતે શિખબ્યા હત, જૈન ધર્મના અનેક ગઝભેદો કાઢી નાંખી ભગવાન મહાવીરે સ્થા- પેલા એક સામાન્ય ધર્મ સ્થાપવાને તેને વિચાર હતા.—પાયાનિયર,