પૃષ્ઠ:Rajpadhya.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૩૮ રાજપધ. કરોડના કરજના, શીર પર ડંકા વાગે, રોગથી રંધાઈ ગયું, શરીર સૂકાઈને; પુરપતિ પણ માથે, પીડવાને તાકી રહ્યા, | પેટ તણી વેઠ પણ, શકે ન પુરાઈને; પિતુ અને પરણું તે, મચાવે અનેક ધંધ, પુત્ર, પુત્રી ભાખે ખાઉં ખાઉં દુઃખદાઇને, અરે ! રાજચંદ્ર તાય જીવ ઝાવા દાવા કરે, જંજાળ છેડાય નહીં તજી જીવ તૃષ્ણાઈને. થઈ ક્ષીણ નાડી અવાચક જેવો રહ્યો પડી, જીવન દીપક પામ્યા કેવળ ઝંખાઈને; છેલી ઇસે પ ભાળી ભાઈએ ત્યાં એમ ભાખ્યું, ' હવે ટાઢી માટી થાય તે તો ઠીક ભાઈને; હાથને હલાવી ત્યાં તો ખીજી બુઢે સૂચવ્યું છે, બોલ્યા વિના એશ બાળ તારી ચતુરાઈને ! અરે ! રાજચંદ્ર દેખો દેખો આશાપાશ કેવો ! જતાં ગઈ નહીં ડોસે મમતા ભરાઈને! ૧૭ મા વર્ષે વવાણી. Gandhi Heritage Portal