પૃષ્ઠ:Ram Ane Krushna.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નોંધ

.


દ્યૂતપર્વ

પૃ.૧૨૯, લી.૧ : શકુનિનું મે'ણું - એક પાપ બીજા પાપો કરાવે છે. એક ભૂલ એને ઢાંકવા માટે અસત્ય બોલાવી બીજી ભૂલ કરાવે છે. દુષ્ટ માણસો આપણે પૂર્વે કીધેલાં પાપોનો લાભ લેતાં ચુકતાં નથી, અને પોતાનો અર્થ સાધવા એ પાપનું મે'ણું મારી અથવા એને ઉઘાડું પાડવાનો ભય દર્શાવી આપણી પાસે બીજું પાપ કરાવે છે. પાપનું મે'ણું સાંભળવાની અથવા એ ઉઘાડું પડે તે જોવાની આપણામાં શક્તિ નથી હોતી, એટલે આપણે એની પાપી ઇચ્છાને વશ થઇ બીજું પાપ કરીયે છીયે. પણ એથી દિવસે દિવસે આપણી અવનતિ જ થાય છે. છેવટે, એનું પરિણામ એવું આવે છે કે કાં તો આપણી પાપની ભાવના જ બુઠ્ઠી થઈ જાય છે, અથવા છેવટે બધાં પાપનો ઘડો ભરાઇ સામટું ફળ ભોગવવાનો દુઃખકારક સમય આવે છે. પાપને વિષે નફટ થઈ જવું એવી પાપી સોબતીની સલાહ હોય છે; નફટાઇમાં હિંમત છે એમ એ મનાવે છે. પણ સ્હેજે વિચારતાં જણાશે કે એમાં તો ઉલટી કાયરતા રહી છે. આપણા પાપનું કોઇ આપણને સ્મરણ કરાવે અથવા એને ઉઘાડું પાડે એથી આપણે ડરીયે છીયે. એ પાપનું પ્રાયશ્ચિત કોઈ કાળે લેવું જ પડશે એવી અંતઃકરણમાં રહેલી અવ્યક્ત ચિંતા અને એનું દુઃખ ભોગવવાનો ડર પ્રાયશ્ચિત્તની ઘડી થોડો વખત પણ લંબાય તો સારૂં એવી આપણા મનમાં
૧૬૧