પૃષ્ઠ:Ram Ane Krushna.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રામ

રાજા થઇ ગયા. એને કૌસલ્યા[૧] સુમિત્રા અને કૈકેયી નામે રાણીઓ હતી. દશરથને છેક પાકી ઉમરે ચાર પુત્રો થયા. મોટા શ્રી રામ કૌસલ્યાને પેટે, લક્ષ્મણ અને શત્રુઘ્ન સુમિત્રાને ઉદરે અને ભરત કૈકેયીની કૂખે અવતર્યા. રામનો જન્મ ચૈત્ર સુદિ નવમીને મધ્યાહ્‌ને થયો હતો; અને ભરતનો ત્યાર પછી એકાદ દિવસમાં અને લક્ષ્મણ તથા શત્રુઘ્ન ત્યાર પછી એકાદ દિવસે જોડીયા ભાઇ તરીકે જન્મ્યા હતા. ચારે ભાઇઓના વયમાં નામનો જ તફાવત હતો, છતાં એટલા અલ્પ કાળના અન્તરથી થયેલા વડિલ પ્રત્યે પણ નાનાએ પૂર્ણ આજ્ઞાધીનપણે વર્તવું એવી એમને કેળવણી આપવામાં આવી હતી. હવે બાળક થવાની આશા નથી એમ તદ્દન નિરાશ થયેલા વૃદ્ધ પિતાને અણધાર્યા ચાર છોકરાઓ થવાથી તેમના ઉપર એને અતિશય પ્રેમ હતો, અને ચારે ભાઈઓ પણ માતાપિતા અને ગુરુથી કોઈ શ્રેષ્ઠ દેવને જાણતા ન હતા.

[૨] છોકરાઓની જેવી


  1. કૌસલ્યા, કૈકેયી- એટલે કૌસલ અને કેકેય પ્રાન્તની. કેકેય પ્રાન્ત પંજાબ અને કાશ્મીર વચ્ચે સમાઇ જાય.
  2. વેદે પણ मातृदेवो भव| पितृदेवो भव |आचार्यदेवो भव | अतिथिदेवो भव | એ જ ઉપનિષદ્, એ જ આદેશ, એ જ .