પૃષ્ઠ:Ram Ane Krushna.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
બાલકાણ્ડ

.

[૧] માબાપ પ્રતિ દૃઢ ભક્તિ હતી તેવી જ પરસ્પર ગાઢ પ્રીતિ હતી. રામ ભરતને પોતાના પ્રાણ સમાન ગણતા, અને લક્ષ્મણ તો જાણે પોતાની છાયા જ હોય નહિ એમ એને સાથે રાખતા. આપણે સાવકા છીએ એવો તો એમને ખ્યાલે ઉત્પન્ન થતો નહિ.


વિશ્વામિત્રની
સાથે

છોકરાઓને પૌગણ્ડાવસ્થા[૨] પ્રાપ્ત થયા પછી એક વાર વિશ્વામિત્ર[૩] ઋષિ દશરથ રાજાના દરબારમાં આવી ચઢયા. વિશ્વામિત્રે એક યજ્ઞ શરૂ કર્યો હતો. એ યજ્ઞમાં કેટલાક રાક્ષસો વિઘ્ન નાખતા હતા. વિશ્વામિત્રે યજ્ઞની દિક્ષા લીધેલી હોવાથી એમનાથી શત્રુઓ સામે લડી શકાય એમ ન હતું. એથી એમણે રામ અને લક્ષ્મણને સહાયક તરીકે મોકલવા દશરથને વિનંતિ કરી. પુત્ર પ્રતિના


  1. આજ્ઞા છે, એ જ પ્રમાણે ઉપાસના કરવી, એમ કહ્યું છે ને ? (જુઓ તૈત્તરિય ઉપનિષદ્ ૧-૧૧.)
  2. પાંચ વર્ષ સુધી બાળક શિશુ કહેવાય, બાર વર્ષ સુધી કુમાર; બારથી સોળ પુગણ્ડ, સોળથી વીસ કિશોર અને ત્યાર પછી યુવાન.
  3. વિશ્વામિત્રનાં પરાક્રમ, તપ, વસિષ્ઠ સાથેની લડાઇ, બ્રહ્મર્ષિ થવાની ઈચ્છા વગેરે બાબતો વિદ્યાર્થીએ જાણી લેવી. તે જ પ્રમાણે વસિષ્ઠ વિષે પણ જાણી લેવું.